વાસીઓની ભારે ભીડ:પોરબંદરમાં વેકેશન દરમિયાન પ્રવાસીઓનો જમાવડો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાશન પાણી સાથે લઇ જાતે રસોઇ બનાવી પ્રવાસની મોજ માણી - Divya Bhaskar
રાશન પાણી સાથે લઇ જાતે રસોઇ બનાવી પ્રવાસની મોજ માણી
  • શહેર અને જિલ્લાભરના પર્યટક સ્થળોએ લોકોની ભારે ભીડ રહે છે
  • બાળકો વેકેશનની મોજ માણવા માટે વાલીઓ સાથે પ્રવાસમાં નિકળી પડ્યા

પોરબંદરમા વેકેશનના સમયગાળા દરમિયાન ડોપર્યટકોનો જમાવડો રહે છે. છેલ્લા થોડા સમયથી વેકેશન દરમિયાન જિલ્લાભરમાં પર્યટન સ્થળો અને શહેરમાં આવેલ પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો જમાવડો રહે છે. ખાસ કરીને કોરોનાવાયરસની મહામારીના સમય ગાળા દરમિયાન લોકો ઘરમાં જ રહ્યા હતા. પરંતુ હવે કોરોના મહામારી બાદ ખુલ્લા મને હરવા ફરવા માટે નીકળ્યા છે. અને કોરોના બાદ વેકેશન દરમિયાન બાળકો વેકેશનની મોજ માણવા માટે વાલીઓ સાથે પ્રવાસ માટે નીકળે છે, ત્યારે પર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા સુદામાજીની નગરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આમ તો આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓની પાંખી હાજરી રહેશે, પરંતુ હાલ વેકેશનના કારણે પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. પોરબંદરમાં હરવા ફરવા લાયક સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં છેલ્લા થોડા સમયથી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓ અને સ્થાનિક લોકો શનિ અને રવિવારના દિવસમાં રિવરફ્રન્ટ ફરવા માટે નિકળે છે : વિવિધ રાઇડની સાથે બોટીંગનો લ્હાવો મળે છે
વેકેશન દરમિયાન શહેરમાં આવેલ હોટલોમાં એડવાન્સ બુકિંગ પ્રવાસીઓ કરાવે છે, અને પોરબંદરમાં રોકાણ કરે છે ત્યારે શનિ અને રવિવારના દિવસની વાત કરીએ તો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો રીવર ફન્ટ ખાતે ફરવા માટે નીકળે છે. અહીં બાળકોના રમત-ગમતના સાધનો વિવિધ સાઇટ સહિત બોટિંગનો રોમાન્સ માણવા મળે છે.

શહેર અને જિલ્લાના કયા સ્થળોએ પર્યટકોની રહે છે ભીડ
પોરબંદર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીનું મંદિર, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર, શહેરમાં આવેલ અસમાવતી રિવર ફ્રન્ટ, ચોપાટી, કમલાબાગ, શ્રી હરી મંદિર, ભારત મંદિર, તારા મંદિર, ઉપરાંત પોરબંદર નજીક આવેલ માધવપુરના દરિયા કિનારે અને કુછડી ખાતે મહાદેવના મંદિર સહિતના પર્યટન સ્થળોએ વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.

સોમનાથ, દ્વારકાની મધ્ય આવેલ પોરબંદરમાં પ્રવાસીઓ કરે છે વિસામો
પોરબંદરમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યના પર્યટકો આવે છે, ખાસ કરીને સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પર્યટકો સોમનાથ અને દ્વારકા ખાતે આવે છે, ત્યારે દ્વારકા સોમનાથની મધ્યે આવેલ પોરબંદરમાં પ્રવાસીઓ રોકાણ કરે છે. હરવા, ફરવા લાયક સ્થળોની સાથે પોરબંદરમાં ધર્મશાળાની યોગ્ય વ્યવસ્થાના અભાવે પર્યટકો રોકડીયા હનુમાન મંદિર અને ગાયત્રી મંદિર ખાતે ભોજન આરોગી વિસામો અચૂક પણે કરે છે.

અન્ય સમાચારો પણ છે...