પોરબંદર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી સરકારની મિલકત સિટી સરવે વોર્ડ નંબર-3ના સિટી સરવે નંબર 1655 પૈકી જમીન 68,500 ચો.મી. વાળી સરકારી મિલકત શહેરની મધ્યમાં આવેલી છે. જેની જાળવણી સરકાર હસ્તક છે. આ ગ્રાઉન્ડમાં કોઇ બિન અધિકૃત પ્રવેશે કે કબ્જા કરતો અટકાવવાના હેતુસર તમામ ખુલ્લા દરવાજાઓમાં ગેટ મુકાયો છે. દિવાલ કે ગેઇટને કોઇ નુકશાન ન પહોંચે તેથી દરવાજામાં તાળા મારવામાં આવ્યા છે. દરવાજાની બાજુમાં જાહેર જનતાના આવવા જવા માટે પગદંડીઓ મુકવામાં આવી છે.
રમત ગમત પ્રેમીઓ જુદી–જુદી રમત રમવા માટે મેદાનનો ઉપયોગ કરી શકે તે માટે દરવાજાઓની બાજુમાં પગદંડીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મેદાનની અંદર આવેલા મંદિરે દર્શને આવવા-જવા દર્શનાથીઓ માટે દરવાજાઓની બાજુમાં પગદંડીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તથા વૃધ્ધ લોકો માટે તાત્કાલિક ધોરણે મંદિરમાં વ્હીલચેરની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. આમ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જમીનમાં મેળા મેદાનમાં રમતવીરો કે જાહેર જનતાને પરેશાની ના થાય તે બાબતે સરકાર દ્વારા પુરતી કાળજી રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.