આયોજન:પોરબંદરમાં પાઇપલાઇન મારફત લોકોના ઘર ઘર સુધી ગેસ અપાશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જીલ્લામાં અનેક વિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે, અને છેવાડાના વિસ્તારોમાં રસ્તા સહિતની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે બાગ-બગીચાઓ સહિત રોડ, રસ્તા અને ગટરના કામો થયા છે. અને હવે ગેસની પાઈપલાઈન મારફત એલપીજી ગેસ લોકોના ઘર સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહિણીઓને ગેસના બાટલા માંથી મુક્તિ મળે અને તેમના ઘર સુધી પાઇપલાઇન મારફતે ગેસ પહોંચે તે માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પ્રયાસોથી કામ હાથ ધરવામાં આવ્યું છે. જઇલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, નગરપાલિકાના પ્રમુખ શરજુભાઇ કારીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કામનો શુભારંભ કરાવ્યો છે. ગેસની પાઈપલાઈન મારફત લોકોના ઘર સુધી ગેસ પહોંચે તેના માટે કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા દ્વારા કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. અદાણી કંપની મારફત આ કામ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદરમાં પ્રથમ તબક્કામાં 2.52 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ ખાપટ અને ઉદ્યોગ નગર સહિતના વિસ્તારોમાં ત્રણ માસ દરમિયાન આ કામ પૂરું થશે, અને લોકોને સુવિધાનો લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...