તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:પોરબંદરમાં ગેસ લીકેજ- ફાયરની મોકડ્રીલ

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારખાનાઓમાં આગ, અકસ્માત, ગેસ લીકેજ વિગેરે જેવી દુર્ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે સલામતી અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી પોરબંદર જિલ્લામાં આવેલ એસ.એચ.વી એનર્જી પ્રાઈવેટ લિમિટેડ-સુપરગેસ ખાતે જિલ્લા કક્ષાનું ડિસ્ટ્રીક્ટ ઓફસાઈટ ઈમરજન્સી પ્લાન રિહર્સલ–મોક્ડ્રીલ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના વિવિધ ઈમરજન્સી સેવાઓને લગતી કચેરીઓના અધિકારીઓ,નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્ટાફ, ફાયર ઓફીસર, જીપીસીબીના અધિકારી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્વાસ્થ્ય-જુનાગઢના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મોકડ્રીલ બાદ અધિકારીઓ દ્વારા ઇમરજન્સી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...