તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પોરબંદરમાં કચરાપેટીઓ તૂટેલી હાલતમાં, રસ્તા પર ગંદકી ફેલાતા સ્થાનિકોને હાલાકી, નિયમીત સફાઇ કરી સારી કચરાપેટી મુકવા માંગ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના વિવિધ વિસ્તારમાં મુકવામાં આવેલી મોટાભાગની કચરાપેટીઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે જેથી કચરો બહાર નીકળી રસ્તા પર ફેલાય જાય છે. પોરબંદરના વિવિધ વિસ્તાર જેવાકે ખારવાવાડ, જિલ્લા કલેકટર નિવાસ સ્થાન નજીક, મિડલ સ્કૂલ, વાધેશ્વરી પ્લોટ, પેરેડાઈઝ વિસ્તાર સહિતના વિસ્તારમાં પાલિકા દ્વારા લોખંડની કચરાપેટી મુકવામાં આવેલ છે પરંતુ મોટાભાગની કચરાપેટીઓ તૂટેલી હાલતમાં છે જેથી સ્થાનિકો કચરો કચરાપેટીમાં નાખે ત્યારે તૂટેલી કચરાપેટી માંથી કચરો બહાર નીકળી જાય છે અને રસ્તા પર કચરો ફેલાય છે.

ઉપરાંત જે કચરાપેટી તૂટેલી નથી ત્યાં નિયમિત સફાઈ ન થતા કચરાપેટી કચરાથી ભરાઈને બહાર કચરો નીકળે છે આથી રસ્તા પર કચરો ફેલાય રહ્યો છે. કચરાપેટીની નિયમિત સફાઈ ન થતા એકઠો થયેલ કચરામાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે અને જીવાતો થાય છે. પસાર થવુ પણ મુશ્કેલ બને છે જેથી તૂટી ગયેલ કચરા પેટીના સ્થાને નવી કચરાપેટી મુકવામાં આવે તેમજ નિયમિત સફાઈ કરવામાં આવે ઉપરાંત જે સ્થળે કચરાપેટી નથી ત્યાં નવી સારી કચરાપેટી મુકવામાં આવવા તેવી માંગ સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...