તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સુભાષનગર ગોદી બંદર પર 1 વર્ષ પહેલા બનાવવામાં આવેલ જેટીના સ્લેબમાં ગાબડા

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના સુભાષનગર ગોદીબંદર પર એકાદ વર્ષ પહેલા જેટી પર સ્લેબ સહિતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમ્યાન પાણીની આવક થતા આ સ્લેબમાં ગાબડા પડી ગયા છે. અને કેટલાક સ્લેબનો ભાગ બેસી ગયો છે ઉપરાંત બોટ લાંગરવા માટેનો પીલોર પણ ઉખડી ગયો છે. આ જેટી પર અનેક બોટ લાંગરવામાં આવે છે અને માછીમારી કરી આવતી બોટ માંથી માલ ઉતારવામા આવી રહ્યો છે.

જેટીનો સ્લેબ પર ગાબડા અને સ્લેબનો ભાગ બેસી જવાના કારણે માછીમારો અને માછલીના સપ્લાયરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ઉપરાંત જો દરિયામાં વધુ કરંટ કે વધુ પાણીની આવક થાય તો ગાબડા પડેલ અને બેસી ગયેલ સ્લેબનો ભાગને વધુ નુકશાન થાય તેમ છે જેથી બોટોને પણ નુકશાન થઈ શકે તેમ છે. આથી તાકીદે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો