રાષ્ટ્રપિતાની ટીખળ:પોરબંદરમાં દારૂ અંગેનું ગીત ગાતા ગાંધીજીના એનિમેશનવાળી ક્લિપ વાઇરલ થતાં લોકોમાં રોષ; ટીખળી સામે કાર્યવાહીની માગ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મહાત્મા ગાંધીની ફાઇલ તસવીર.
  • વીડિયોમાં ગાંધીજીને ગીત ગાતા દર્શાવવામાં આવ્યા

પોરબંદરમાં ગાંધીજીના એનિમેશનવાળી વીડિયો-કલિપ વાયરલ થઇ છે, જેમાં ગાંધીજીને વિવિધ ગીતો ગાતા દર્શાવવામાં આવતાં ગાંધીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. વીડિયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

વિવિધ ગીતોમાં ગાંધીજીનો ચહેરો મૂક્યો
પોરબંદર જિલ્લા સહિતના જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો-ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો-ક્લિપમાં ગાંધીજીનો ચહેરો મૂકી એનિમેશન બનાવી વિવિધ ગીતો ગાતા ગાંધીજી દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ વીડિયો-ક્લિપમાં એક ગીતમાં દારૂ અંગેનું ગીત મૂકવામાં આવ્યું છે. આ ક્લિપ વાઇરલ થતાં ગાંધીપ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. જયેશ હિંગળાજીયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં એનિમેશનવાળી ગાંધીજીની વીડિયો-ક્લિપ જોઈને ખૂબ દુઃખ થયું છે.

શખસને સખત સજા કરવાની માગ
દેશના રાષ્ટ્રપિતા ગાંધીને સમગ્ર વિશ્વ માન આપે છે ત્યારે આવી વીડિયો-ક્લિપ વાઇરલ કરનાર શખસ વિકૃત માનસિકતા ધરાવતો હોય, આ શખસ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય કોઈ શખસ આવું કૃત્ય કરતા અચકાય, આથી આ કોઈપણ શખસ, જેણે વીડિયો-ક્લિપ બનાવી ગાંધીજીની ગરિમા જાળવી નથી અને આવી ક્લિપ વાયરલ કરી છે તેવા શખસને સખત સજા પણ થવી જોઈએ એવી માગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં નેતાઓ અને મહાનુભાવોના ફોટા અને વીડિયોને અમુક ટીખળખોર મોડિફાઈ કરી વાઇરલ કરતા હોય છે તેની સામે કડક પગલાં લેવા માગ ઊઠી છે.