પોલીસ કાર્યવાહી:ચાર સ્થળ પર જુગાર દરોડા: ચાર મહિલા સહિત 25 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દરોડો પાડી કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાણા વડવાળા ગામની સીમાળો સીમમાં પેટ્રોલપંપ પાછળ રહેતો દિલીપ ગોવિંદ ઉર્ફે ગિરીશ ટાંક પોતાના મકાનમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી મકાનમાં જુગાર રમતા દિલીપ ગોવિંદ ઉર્ફે ગીરીશ ટાંક, મુકેશ ટાંક, વજુ ટાંક, દિપક ટાંક, હસમુખ ટાંક, લાલજી કુછડીયા અને હીરેન પાણખાણીયાને ઝડપી લઈ સ્થળ પરની રોકડ રકમ કુલ રૂા. 28,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે આદિત્યાણાગામે જોગીવાસ ખોડીયાર મંદિર પાસે જાહેર રસ્તા પર જુગાર રમતા પ્રવિણગર અપારનાથી, મૂરૂ પરમાર, દિનેશગર અપારનાથી, હીરીબેન ગરેજા, રૂપીબેન ઓડેદરા, સાકરબેન ઓડેદરા, આશાબેન અપારનાથીને ઝડપી લઈ કુલ રૂ. 10,350નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ફરેરગામ પ્લોટ વિસ્તારમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા દીલીપ સગારકા, જીવા મારૂ, પ્રકાશ વાસણ, હીતેષ પટણી મયુર દેવળીયા અને નીલેષ ભરડવાને ઝડપી લીધા હતા અને કુલ રૂ. 18,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત કંટોલ ગામ નવાપરા વિસ્તાર ચોકમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ રાઠોડ, હરસુખ રાઠોડ, જગદીશ રાઠોડ, જીતેન્દ્ર મારૂ અને અમૃતલાલ જાદવને ઝડપી લીધા હતા અને કુલ રૂ. 2920નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...