પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ:દેગામ ગામેથી જુગારીઓ પકડાયા; બગવદર પોલીસે રૂ. 96 હજારથી વધુના મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઝડપ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા જિલ્લામાં દારૂ-જુગારની બદી સદંતર નાબુદ કરવા આવી પ્રવૃતિ કરનારા સઇમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જેના અન્વયે બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તેમને દેગામ પાંડાવદરની સીમ કેનાલ કાંઠે ઝાડ નીચે જાહેરમાં કુલ 5 ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.

બગવદર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો
​​​​​​​બાતમીના આધારે દેગામ પાંડાવદરની સીમ કેનાલ કાંઠે ઝાડ નીચે જાહેરમાંથી કુલ-5 ઇસમોને ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ રૂપિયા 51 હજાર 200 તથા મોટર સાયકલ નંગ-3 મળી કુલ રૂપિયા 96 હજાર 200ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી બગવદર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ
(1) ભરત હોથી સુંડાવદરા ઉવ. 23 (2) નિલેશ રામા સુંડાવદરા ઉવ. 35 (૩) સંદિપ ભરત સુંડાવદરા ઉવ. 20 (4) નાગાજણ ભીમા ઓડેદરા ઉવ. 45 (5) વસ્તા ગોગન બાપોદરા ઉવ. 49 રહે.તમામ દેગામ ગામ તા.જી.પોરબંદર.

અન્ય સમાચારો પણ છે...