પોલીસને મળી સફળતા:ખુનની કોશીષ, લુંટ, ચોરી, મારામારી કેસનો ફરાર થયેલ આરોપી ઝડપાયો

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને બગવદર પોલીસે ઝડપી લીધો

મધ્ય પ્રદેશ રાજ્યમાં ગંભીર ગુનાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત નાસી આવેલ તે આરોપીને બગવદર પોલીસે ઝડપી પાડયો હતો. આ બનાવની વિગત એવી છે કે 2019 ના વખત થી આરોપી નુરીયા ઉર્ફે આકાશ ઉર્ફે નુરા ગીનાભાઈ તડવી નામનો ભીલ યુવાન રે.ચીડીયાપાતી ગામ થાણા નેવાનગર જી.બુરહાનપુર મધ્યપ્રદેશ વાળો મધ્ય પ્રદેશ રાજ્યમાં ગંભીર ગુના જેવા કે ખૂનની કોશિશ, લુંટ, ચોરી, મારામારી અને પોલીસ ઉપર હુમલા વિગેરે ગુનાઓ આચરી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં આવી ચડેલ જેથી મધ્યપ્રદેશના બુરહાનપુરના એસપીએ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારમાં આવતું હોય જેથી બુરહાનપુર ટીમ પ્રભારી ને પોરબંદર જિલ્લાના બગવદર આરોપીને શોધવા મોકલવામાં આવતા.

આજે સવારે બુરહાનપુર પોલીસ બગવદર આવી બગવદર પોલીસ ને સમગ્ર માહિતી આપતા બગવદર પોલીસ સ્ટેશનના હેડ.કો. બી.ડી. ગરચર અને W.L.R. પુરીબેન ઓડેદરાએ એમપીની પોલીસને સાથે રાખી મોબાઇલ લોકેશનના આધારે આરોપી બગવદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેશવ ગામે રામદે રાણા નામના ખેડૂતની વાડીએ ખેતીકામ કામ કરી રહેલ આરોપીને પકડી લઈ એમ.પી. પોલીસને સોંપી આપેલ છે. આ તકે બુરહાનપુર પોલીસના પી.એસ.આઇ જયપાલસિંહ રાઠોડ એ પોરબંદર જિલ્લા પોલીસના વખાણ કરી આભાર વ્યક્ત કરેલ.

અન્ય સમાચારો પણ છે...