વિશેષ ટ્રેનો:આજથી પોરબંદર રાજકોટ વચ્ચે બે વિશેષ ટ્રેનો દોડશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બંને ટ્રેન આગામી કાર્યક્રમ જાહેર ન થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે

કોરોના વાયરસના સંક્રમણને લઇને પોરબંદર સ્ટેશન પરથી ઉપડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે ત્યારે હવે સંક્રમણ ઘટતા મુસાફરોને સુવિધા મળે તે માટે રેલ્વે તંત્ર દ્વારા પોરબંર રાજકોટ વચ્ચે આજથી બે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

કોરોનાના પગલે સંક્રમણને અટકાવવા અનેક ટ્રેન રદ કરી દેવામાં આવી છે પરંતુ હવે સંક્રમણ ઘટવા લાગતા પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનોને ફરી રેલ્વે તંત્ર દ્વારા પાટે ચડાવવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજથી પોરબંદર રાજકોટ વચ્ચે બે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

જેમાં ટ્રેન નંબર 9573 રાજકોટ થી પોરબંદર રોજ સવારે 7 કલાકે રાજકોટથી ઉપડી સવારે 11.35 કલાકે પોરબંદર પહોંચશે જયારે કે ટ્રેન નંબર 9574 દરરોજ પોરબંદરથી બપોરે 2.30 કલાકે ઉપડશે અને 6.40 કલાકે રાજકોટ પહોંચશે.

આ બંને ટ્રેન આગામી કાર્યક્રમ જાહેર ન થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે. ઉપરોકત ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લેવા રેલ્વે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...