તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોરબંદરમાંથી જુગાર રમતી 7 મહિલા સહિત 64 શખ્સ ઝડપાયા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં જુદા- જુદા સ્થળો પર ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
  • પોલીસે કુલ રૂ. 314140 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લામાંથી ગઇકાલે પોલીસ ત્રાટકી હતી અને અલગ-અલગ જગ્યાએથી કુલ 7 મહિલાઓ સહિત કુલ 64 જુગારીઓને ઝડપી લઇ કુલ રૂ. 314140 નો મુદામાલ કબજે કર્યો હતો. કુંભારવાડા વિસ્તારમાંથી પોલીસે કેશુભાઇ જેરામભાઇ મકવાણા, ફરીદ આબિદભાઇ રાઠોડ, વિપુલ રામજીભાઇ મકવાણા અને અજીમ આમદ સાટી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 6080 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે પોરબંદરના કામદાર કલ્યાણ કેન્દ્ર પાસેથી વિનોદ ઉર્ફે જીગ્નેશ કારાભાઇ પરમાર, પ્રકાશ જગદીશભાઇ પરમાર અને અજય જગદીશભાઇ પરમાર ને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી રૂ. 6410 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ચાવડા એપાર્ટમેન્ટમાંથી કેવલ શશીકાંત ધકાણ, કપીલ કરશનભાઇ ભાટુ, પ્રદીપ હીંમતભાઇ ગોસાઇ,કેયુર ભરતભાઇ ચોટાઇ, શ્યામ વૃજલાલ બારેજા, મયુરધ્વજસિંહ હીતેન્દ્રસિંહ જાડેજા, રોનક માવજીભાઇ ભરાડા અને રોનક વિજયભાઇ લોઢારીને પોલીસે રૂ. 59700 સાથે ઝડપી લીધા હતા. જયારે કે ભીખુ કારાભાઇ ખરજ, રસુલ અજીજભાઇ બાલાગામીયા, રોસનબેન અજીજભાઇ બાલાગામીયા, સાધનાબેન રાસીદભાઇ ખરજ અને ફાતીમાબેન ઇરફાનભાઇ લધડને પોલીસે રૂ. 48720 સાથે ઝડપી લીધા હતા. જયારે કે કે. કે. નગર વિસ્તારમાંથી દિપક ડોલરભાઇ નિમાવત, દેવલ ઉર્ફે દેવો રમેશભાઇ ગોહેલ, ભાવીન રમણીકભાઇ ગોહીલ, અનિલ હિરાલાલ જેઠવા અને હિરલ રમણીકભાઇ ગોહીલને પોલીસે રૂ. 5580 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે રાણાવાવની હરીઓમ સોસાયટીમાંથી પોપટ નાથાભાઇ મોઢવાડીયા, રાજ દિલીપભાઇ લાડવા, જેઠા કરસનભાઇ ચાંદવાણી, દિપક રામચંદભાઇ સંગધાણી, ફરીદ ઉર્ફે ફરીયો મુસ્તફાભાઇ મલેકને રૂ. 21260 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે કે કુતિયાણા શહેરમાંથી પરબત શામળાભાઇ દાસા, લાખા ઠેબાભાઇ દાસા, લીધા ગાંગાભાઇ દાસા અને હરદાસ દેવાભાઇ દાસાને રૂ. 11710 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે પોરબંદરના બગવદર ગામેથી રાણાભાઇ કારાભાઇ ઓડેદરા, સામત નાથાભાઇ ખુંટી, રાજશીભાઇ ઠેબાભાઇ કુછડીયા, અને મામૈયા વેજાભાઇ ઓડેદરાને રૂ. 11530 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે કીંદરખેડા ગામેથી લીલાભાઇ નાગભાઇ મોઢવાડીયા, લખમણ રામાભાઇ ઓડેદરા, જગદીશ સામતભાઇ મોઢવાડીયા, બાલુ હમીરભાઇ મોઢવાડીયા, પોપટ લખમણભાઇ કારાવદરા, અને દેવા લખમણભાઇ મોઢવાડીયાને રૂ. 43060 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે રાણા રોજીવાડા ગામેથી રોહિત હીરાભાઇ ધ્રાણા, રાજુ મનસુખભાઇ ધ્રાણા અને વિપુલ ધનસુખભાઇ ધ્રાણા ને રૂ. 10140 સાથે ઝડપી લીધા હતા. જયારે કે નિલેષભાઇ કારાભાઇ મોઢવાડીયા, સુનિલભાઇ સુરાભાઇ વાઘ ને પોલીસે ઝડપી લીધા હતા જયારે કે દેવસી પોલા ઓડેદરા અને રાજુ અરભમ સુંડાવદરા નાસી છૂટયા હતા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 20250 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે ઇશ્વરીયા ગામમાંથી કારાભાઇ લખમણભાઇ પાથર, મુંજાભાઇ મેરાભાઇ પાથર, હબીબ નુરમહમદ ઘાવડા, મામદ નુરમહમદ ઇગોરા અને ભીખુભાઇ ભીમાભાઇ કારાવદરાને રૂ. 45400 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે ઓડદર ગામેથી વનીતાબેન વિરમ ઓડેદરા, કાના મેણંદભાઇ ઓડેદરા, હાજા રણમલભાઇ ઓડેદરા, માલીબેન અરજન મોઢવાડીયા, રાંભીબેન અરભમ ઓડેદરા, શાંતીબેન હાજા ઓડેદરા અને હરીશ કરશન બાપોદરાને પોલીસે રૂ. 24300 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...