તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:સસ્તા અનાજની દુકાનો પરથી તા. 18થી રાશન વિતરણ થશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડ ધારકોએ રાશનનો લાભ લેવા જણાવાયું

સસ્તા અનાજની દુકાનો પરથી તા. 18થી રાશન વિતરણ થશે.પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકની યાદીમા જણાવ્યું છે કે, તા.18/8/21 થી સસ્તા અનાજની દુકાનો પરથી એન.એફ.એસ.એ., બી.પી.એલ., અને અંત્યોદય, કાર્ડધારકોને ધઉં, ચોખા, તુવેરદાળ અને કપાસીયા તેલનુ રેગ્યુલર વિતરણ શરૂ થશે.

સૌ પ્રથમ વખત તહેવારોને ધ્યાને લઈને એન.એફ.એસ.એ., એ.પી.એલ.1 અને એ.પી.એલ.-2 કાર્ડધારકોને પણ આધારકાર્ડ નંબરથી પોતાની બાયોમેટ્રીક ઓળખ પ્રસ્થાપીત કરીને વાજબી ભાવની દુકાનો પરથી રીફાઈન્ડ કપાસીયા તેલ કાર્ડ દિઠ 1 લીટર રૂા.93 પ્રતિ લીટરના રાહત ભાવે મળશે. આ ઉપરાંત બી.પી.એલ. અને અંત્યોદય કાર્ડધારકોને ખાંડ રેગ્યુલર અને તહેવારની પણ રાહત ભાવે મળશે. આથી આ તમામ પાત્રતા ધરાવતા એન.એફ.એસ.એ. કાર્ડના લાભાર્થીઓ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...