તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પોરબંદર-રાજકોટ વચ્ચે 4 એપ્રિલથી દરરોજ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડતી થશે

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્સપ્રેસ ટ્રેનની બિનઆરક્ષિત ટિકિટ જેટલું ભાડુ વસૂલાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને માંગને પહોંચી વળવા પોરબંદર-રાજકોટ-પોરબંદર વિશેષ એક્સપ્રેસ ટ્રેન (09574/09573) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 04 એપ્રિલ, 2021 થી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટિકિટ જેટલું હશે.

ટ્રેન નંબર 09574/09573 પોરબંદર - રાજકોટ - પોરબંદર દૈનિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન નંબર 09573 રાજકોટ-પોરબંદર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ રાજકોટથી દરરોજ સવારે 07.00 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 04 એપ્રિલ 2021 થી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09574 પોરબંદર-રાજકોટ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ પોરબંદરથી 14.30 વાગ્યે ઉપડશે અને 18.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 04 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન રાણાવાવ, વાંસજળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર અને ગોંડલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. એન્જિનિયરિંગના કામને કારણે ભક્તિનગર સ્ટેશનનું સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો