તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરથી રાજકોટ વચ્ચે હવે આગામી ૪ એપ્રીલથી દરરોજ એક ખાસ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે, જેનું ભાડું મેઇલ એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટીકીટ જેટલું જ હશે.આ સ્પેશીયલ એક્સપ્રેસ ટ્રેન પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી પોરબંદર વચ્ચે દરરોજ એક-એક ટ્રીપ કરશે. જેમાં આગામી 4 એપ્રીલથી દૈનીક ધોરણે પોરબંદર-રાજકોટ ટ્રેન નં.- 09574 પોરબંદરના રેલ્વે સ્ટેશન પરથી બપોરે ૨:૩૦ વાગ્યે ઉપડશે અને સાંજે ૬:૪૦ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે, તેવી જ રીતે દરરોજ રાજકોટ-પોરબંદર ટ્રેન નં.- 09573 રાજકોટના રેલ્વે સ્ટેશન પરથી સવારે ૭:૦૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧૧:૩૫ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ સ્પેશીયલ ટ્રેનનું ભાડું મેઇલ/એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટિકિટ જેટલું જ હશે.
આ ટ્રેનની બન્ને તરફની ટ્રીપમાં રાણાવાવ, વાંસજળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર અને ગોંડલ સ્ટેશનો પર રોકાશે. એન્જિનીયરીંગના કામને કારણે ભક્તિનગર સ્ટેશનનું સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ કરવામાં આવ્યું છે.
પોરબંદર-શાલીમાર પાર્સલ ટ્રેન 29 જૂન સુધી લંબાવાઇ
પોરબંદર-શાલીમાર વચ્ચે દોડતી સ્પેશીયલ પાર્સલ ટ્રેનને આગામી 29 જૂન,2021 સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ પાર્સલ ટ્રેનો સતત ચલાવીને આ કોરોના મહામારી કાળમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે તબીબી સાધનો, દવાઓ, અનાજ વગેરેને રેલ પરિવહન દ્વારા જરૂરીયાતવાળા સ્થળોએ પહોંચાડવાની ફરજ અદા કરી રહી છે. જેમાં હાલ પોરબંદર-શાલીમાર વચ્ચે ૭૯ સેવાઓ માટે દોડતી સ્પેશીયલ પાર્સલ ટ્રેનને 1 એપ્રીલથી 1 જુલાઇ, 2021 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન પૂર્વ નિર્ધારીત સમય મુજબ જ ચાલશે. આ ટ્રેન નં.-00913 પોરબંદર-શાલીમાર પાર્સલ સ્ટેશીયલ ટ્રેન આગામી 1 એપ્રિલ થી 29 જૂન, 2021 સુધી દોડશે. આ ટ્રેન પોરબંદરથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડશે. તેવી જ રીતે શાલીમાર સ્ટેશન પરથી ટ્રેન નં.-00914 શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવાર, શનિવાર અને સોમવારના રોજ ઉપડશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.