તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉપકરણોને નુકસાન, કાર્યવાહી કરો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કારણે બાકી રહેલા વિજબીલ ના ગ્રાહકો સામે કાર્યવાહી ન કરવા રજૂઆત

પોરબંદર જિલ્લાભર માંથી વિવિધ કેટેગરીના હજારો ગ્રાહકોના વીજબીલ બાકી છે. પરતુ હાલમાં છેલ્લા 1 વર્ષથી કોરોના સંકમણની મહામારીના લીધે તમામ ક્ષેત્રના વેપારીઓ, ઉધોઞકારો તેમજ વીજ વપરાશકારો આર્થિકરીતે પોતપોતાના સંકુલો ચલાવવા મથામણ કરી રહ્યા છે. ઝઝુમી રહ્યા છે.

વળી માર્ચ એન્ડીંગમાં છેલ્લા દિવસોમાં અનેક રજાના દિવસો ખાવતા હોવાથી હાલ પૂરતા પીજીવીસીએલ દ્વારા વીજ કનેકશનો કાપવા જેવી કડક કાર્યવાહી મુલત્વી રાખો તેવી અનેક રજૂઆતો ચેમ્બરને મળી છે જેથી વિષયે તાત્કાલીક ફેર વિચારણા કરી વેપાર ઉધોગ તેમજ રહેણાંક વપરાશકારોની મુશ્કેલી દૂર કરવા તેમજ તાજેતરમાં અચાનક જ દિવસ દરમ્યાન અનેક વખત વીજપુરવઠો ઓચિંતો જ ખોરવાઈ જતો હોવાથી વ્યવસાયિક તેમજ ડોમેસ્ટીક વપરાશકારોના મોંઘી કિંમતના વીજ ઉપકરણો બળી જાય છે અને મોટી નુકસાની થાય છે જેથી આ અંગે પણ ઘટતું કરવા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ ભરતભાઈ રાજાણી એ પીજીવીસીએલ અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો