તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રીડમ દોડ:આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ દોડ યોજાઇ, 75 યુવાનો જોડાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની આઝાદીનાં 75 વર્ષ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા ફીટ ઇન્ડિયા ફ્રીડમ દોડ યોજાય હતી. લોકો પોતાના સ્વસ્થ્ય માટે દરરોજ 30 મીનીટ ફાળવીને વ્યાયામ કરે તે હેતુથી ફિટ ઇન્ડિયા મિશન અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે દોડ યોજાઇ હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લાનાં 75 ગામોમાં પણ ફ્રીડમ દોડ યોજવામાં આવશે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા પ્રાંત અધિકારી કે.વી. બાટી તથા જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલે કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલી અર્પણ કરી હતી. ફીટ ઇન્ડિયા અંતર્ગત દરરોજ 30 મીનીટ વ્યાયામ કરવા ઉપસ્થિત તમામે શપથ લઇ રાષ્ટ્રગાન ગાયુ હતુ. ત્યારબાદ મહાનુભાવોએ દોડને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. કીર્તિ મંદિરથી ચોપાટી, બસ સ્ટેશન થઇને સુદામા ચોક સુધીની દોડમાં 75 યુવાનો તથા અધ્યાપકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...