સહયોગ:સુદામાજીના પ્રસાદ રૂપે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરાઈ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાળુઓ માટે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આયોજન કરાયું દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી

પોરબંદરમાં શ્રી સુદામાના પ્રસાદ રૂપે નિશુલ્ક ભોજન અનદાન મહાદાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આ સેવા પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીની ભૂમિ પોરબંદરમાં આ સેવા યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.

અહીં આવતા પર્યટકો માટે કોઈ રાત્રી રોકાણ માટેની ધર્મશાળાની વ્યવસ્થાનો અભાવ છે. પરંતુ સેવાભાવી અગ્રણી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા અહીં આવતા યાત્રાળુ ભૂખ્યા ન રહે તે માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાજીની નગરી પોરબંદરમાં આમ તો આખા વર્ષ દરમિયાન બહારથી પર્યટકો અને યાત્રાળુ આવે છે. જેમાં બહારથી પોરબંદરની યાત્રા કરવા માટે આવતા યાત્રાળુઓ ભાવિકો માટે વિનામૂલ્ય સુદામાજીની પ્રસાદી રૂપે ભોજન પ્રાપ્ત થાય તેવી કાયમી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરની મધ્યમાં આ સેવા પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા બપોરના મહાપ્રસાદની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં દાતાઓને પણ સહયોગ આપવા પ્રકાશભાઈ રૂપારેલની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં આવતા યાત્રાળુઓને વિનામૂલ્ય ભોજન પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવી હોવાથી યાત્રાળુઓને પણ સરળતાથી લાભ મળી રહેશે.

દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી
પોરબંદરમાં વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા યાત્રાળુ માટે ભોજનની વ્યવસ્થા કરાતા વલ્લભ પ્રભુ સત્સંગ મંડળની ટીમ સહિત પ્રભાબેન મગનલાલ રૂપારેલ પરિવાર, અનુજ પ્રકાશભાઈ રૂપારેલ, કમલેશભાઈ સોની, સુરેશભાઈ ગાંધી, પ્રવીણભાઈ દાવડા, ઉર્વી ભરતકુમાર આસાણી સહિતના સેવાભાવીઓએ દાનની સરવાણી વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...