આયોજન:ચાર હજાર લાભાર્થીઓએ ઇ-શ્રમ કાર્ડ મેળવી લીધા, સરકારની વિવિધ યોજનાનો લાભ મળશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના શ્રમિકો વહેલી તકે ઇ-શ્રમ પોર્ટલ પર પોતાના નામની નોંધણી કરાવી શ્રમકાર્ડ મેળવી શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર તથા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી પોરબંદર દ્રારા જુદાં-જુદાં વિસ્તારોમાં કેમ્પ યોજનામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં આજ સુધી 4 હજાર જેટલા લાભાર્થીઓએ શ્રમ કાર્ડ મેળવ્યા છે. પોરબંદર જિલ્લાના તમામ શ્રમિકો આ કાર્ડ વહેલી તકે મેળવે તેવી અપીલ જિલ્લા શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, ઇ-શ્રમ કાર્ડના અનેક ફાયદાઓ છે, જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના હેઠળ રૂ.2 લાખનો અકસ્માત વીમો મળે છે. તથા આજીવન દિવ્યાંગતા આવે તો રૂ.1 લાખનો વિમો મળે છે.

અન્ય સમાચારો પણ છે...