કાર્યવાહી:પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી મહિલા પર ચાર શખ્સનો હુમલો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢવાડા ગામે લોખંડના પાઇપ, ભાલા, ધારીયા જેવા હથિયારથી હુમલો
  • માથાના ભાગે ઇજા પહોંચી, ચારેય શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોઢવાડા ગામે 1 મહિલા પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ, ભાલા, ધારીયા સહિતના હથિયારો થી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે રહેતા જીવીબેન ઉર્ફે જાગૃતીબેન રામભાઇ ઓડેદરાને મનોજ ઉર્ફે મુન્નો પરબતભાઇ મોઢવાડીયા સાથે ચારેક વર્ષ પહેલાં બોલાચાલી તથા ઝઘડો થયેલ હોય અને જીવીબેનએ મનોજ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોય.

તે અંગેનું મનદુઃખ રાખીને ગઇકાલે રાત્રીના સમયે મનોજ, વનરાજ દુદાભાઈ મોઢવાડિયા, વિજય વનરાજભાઈ મોઢવાડીયા તથા સંજય વનરાજભાઈ મોઢવાડિયા લોખંડના પાઇપ સાથે જીવીબેન પાસે આવેલ અને જીવીબેન તથા સાહેદોને ભૂંડી ગાળો કાઢી જીવીબેનના પતિને મારી નાખવાની ધમકી આપી હતી.

તથા વનરાજ મોઢવાડિયાએ સાહેદ રાજાભાઈને મારવા જતા જીવીબેન વચ્ચે પડવા જતા ધક્કો લાગતાં નીચે પડી ગયેલ અને રાજાભાઈ પણ નીચે પડી જતા માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI એP એમP સાદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...