તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પોરબંદરમાં જમીન બાબતે વૃદ્ધ દંપતિ પર ચાર શખ્સનો હુમલો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મકાનના દરવાજા તોડી ઘરમાં ઘૂસીને પતિ-પત્નીને માર માર્યો

પોરબંદર શહેરના સાંદિપની મંદિર નજીક વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતિ પર જમીનના મનદુ:ખમાં ૪ શખ્સોએ હુમલો કર્યો હતો અને ઘરના દરવાજા તોડી ઘરમાં ઘૂસીને દંપતિને આડેધડ માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર શહેરના સાંદિપની શ્રીહરિ મંદિર પાસે પોતાની વાડીમાં રહેતા ૬૦ વર્ષીય રમેશગીરી પરસોતમગીરી રામદતીએ ફરીયાદ લખાવી જણાવ્યું હતુ કે,

પોતે તથા તેના પત્ની અમૃતાબેન પોતાના ભોગવટાની વાડી ખાતે હતા તે દરમ્યાન રાજેશ કરશન ચામડીયા, તુષાર કરશન ચામડીયા તથા તેમની સાથેના બે અજાણ્યા શખ્સો વાડીએ આવીને જમીનના મનદુ:ખના કારણે રમેશગીરીને બેફામ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, જેથી રમેશગીરી દોડીને પોતાના ઘરમાં જતા રહ્યા રહેલ,

જેથી આરોપીઓ રાજેશ અને તુષારે ઘરના દરવાજા તોડી અંદર ઘૂસીને રમેશગીરી તથા તેમના પત્ની અમૃતાબેનને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો અને ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બાબતે ફરીયાદ કરાતા પોલીસે ઉક્ત તમામ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો