જુગારધામ પર પોલીસના દરોડા:પોરબંદરમાં ખાપટ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોની અટકાયત; કુલ રૂ. 10 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એન.રાઠવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એ.સોલંકી તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાપટ સર્વીસ સ્ટેશન પાસે આવતાં ત્યાં મેઇન રોડ પર પૈસા પાના વડે તીનપત્તી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા ચાર આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ
(1) દિનેશ કાબા બોરસીયા ઉ.વ. 44 રહે. ખાપટ પાણીના ટાકા પાસે પોરબંદર

(2) અજય વિરમ સોલંકી ઉ.વ. 33 રહે. જૂની પંચાયત ઓફિસ પાસે પોરબંદર

(3) વિજય અરજનભાઇ વાઘેલા ઉ.વ. 37 રહે. ખાપટ ડાડાના મંદિર પાસે પોરબંદર

(4) અશ્વીન અરજન બળેજા ઉ.વ. 45 રહે. જુંડાળા બાવાજીની સમાધિ પાસે પોરબંદર વાળાને ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા 10 હજાર 600ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા હતા.

જુગારધારાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો
ઝડપાયેલા ઇસમો સામે જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.​​​​​​​ આ કામગીરીમાં ઉદ્યોગનગર પીએસઆઇ એસ.એ.સોલંકી તથા પો.હેડ.કોન્સ. સી.જી.મોઢવાડીયા,એમ.કે.માવદીયા તથા પો.કોન્સ.ધર્મેન્‍દ્રસિંહ દીલુભા તથા લોકરક્ષક યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વગેરે રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...