કાર્યવાહી:પોરબંદર જિલ્લાનાં 4 બુટલેગરને પાસા હેઠળ જુદી-જુદી જેલમાં ધકેલાયા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારેય મોઢવાડા, વિસાવાડા, છાંયા પંચાયત ચોકી અને બોખીરામાં રહેતા હતા

પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ વટહુકમ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો મોઢવાડા ગામનો આરોપી નિર્મલ રામાભાઇ ઓડેદરા સામે બગવદર પીએસઆઇ એચ.સી.ગોહિલએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી, મિયાણી મરીન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો વિસાવાડા ગામનો આરોપી અનિલ ઉર્ફે ખોડો સાજણભાઇ કેશવાલા વિરૂધ્ધમા મિયાણી પીઆઇ એચ.સી.ગોહિલે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી

જ્યારે કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો છાયા પંચાયત ચોકી પાસે રહેતો આરોપી પ્રકાશ માવજીભાઇ પાંજરી સામે પીઆઇ એચ.બી. ધાંધલીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી આ ઉપરાંત કમલાબાગ મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો બોખીરા રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રહેતો આરોપી જાગીર ઉર્ફે જીગર ઉર્ફે લાલો શૈલેષભાઇ લાખાણી વિરૂધ્ધમા પીએસઆઇ એ.એ.મકવાણા એ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

આ ચારેય શખ્સ સામેની પાસા દરખાસ્ત પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્રારા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી એ ચારેય આરોપી સામે પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા, સુરત ખાતે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...