તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યાહ્ન ભોજન યોજના:પ્રાથમિક શાળાના બાળકોને ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરાશે

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્ટીફાઇડ ચોખાના ઉપયોગથી બાળકોમાં પોષક તત્ત્વોની ઉણપ દૂર કરી શકાય છે

પોરબંદરમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં નોંધાયેલ તમામ બાળકોને ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરાશે. નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના પોરબંદર વિવેક જે ટાંક દ્વારા જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ-1 થી 8 પ્રાથમિક શાળામાં નોંધાયેલ તમામ બાળકોને ફુડ સિકયુરીટી એલાઉન્સીસ અંતર્ગત જે અનાજ આપવામાં આવે છે. તેમાં સ્ટોકને ધ્યાને લઈ ઉપલબ્ધ ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરવામાં આવનાર છે.

વધુમાં જણાવ્યું હતું કે, કુપોષણ, એનિમિયા, આર્યનની ઉણપ, સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ રોકવા ફુડ ફોર્ટીફીકેશનએ એક સફળ વ્યુહરચના છે. જેનાથી આહારની ટેવ બદલ્યા વિના આહાર વધુ પોષક બનાવી શકાય છે. ફોર્ટીફાઈડ ચોખા એટલે પોલિશ્ડ કાચા ચોખા, જેને સાદા સ્ટાર્ચવાળા ચોખા સાથે ભેળવવામાં આવે છે. આ ફોર્ટિફાઈડ ચોખા ભારત સરકારના એફ.એસ.એસ.એ.આઈ. ના ધોરણો અનુસાર આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સજ્જ હોય છે.

જેના ઉપયોગથી આહારમાં આર્યન, ઝિંક, ફોલિક એસીડ, વિટામીન બી-12, વિટામીન-એ જેવા અન્ય તત્વો ઉમેરાય છે. ફોર્ટીફાઈડ ચોખા એ ચોખાના લોટ, વિટામીન અને ખનિજોથી બનેલા હોય છે. કદ અને આકારમાં પોલિશ્ડ કાચા ચોખા અથવા સાદા ચોખાના દાણા જેવા છે. આ ચોખાથી બનેલ ખોરાકનો રંગ બદલાતો નથી. આવો, આ ફોર્ટીફાઈડ ચોખાના ઉપયોગથી બાળકોમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. બાળકોને આવા ચોખાનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...