આમ આદમી પાર્ટીમાં નાથાભાઈ ઓડેદરા જોડાયા:પોરબંદર કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ આપમાં જોડાયા

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તાજેતરમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા કે જેવો કુતિયાણા વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષમાં તે ચૂંટણી લડ્યા હતા.

અને કુતિયાણા વિધાનસભામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની હાર થઈ હતી, ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા, અને નાથાભાઈ ઓડેદરાને કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને હવે તેઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીના હસ્તે ખેસ ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં નાથાભાઈ ઓડેદરા જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...