માંગ:કુતિયાણાના પૂર્વ ધારાસભ્યનું સરકારી ખર્ચે પોલીસ રક્ષણ પાછું ખેંચવા માંગ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પહેલા મહીયારી ગામમાં તેમના પર હુમલો થયો હતો, જે મામલે
  • આદિત્યાણાના​​​​​​​ મહિલા અગ્રણીએ એસપીને રજુઆત કરી

રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય વર્ષોથી સરકારી ખર્ચે પોલીસ રક્ષણ ભોગવી રહ્રાા છે, ત્યારે આદિત્યાણાના મહિલા અગ્રણીએ જિલ્લા પોલીસવડા સમક્ષ રજુઆત કરી ધારાસભ્યનું પોલીસ રક્ષણ રદ કરવા માંગ કરી છે.

આદિત્યાણાના મહિલા અગ્રણી રાજશ્રીબેન વિંઝાભાઈ મોઢવાડીયાએ પોરબંદર જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું છે કે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરા છેલ્લા બાવીસ વર્ષથી સરકારી ખર્ચે પોલીસ રક્ષણ ભોગવી રહ્રાા છે.

વર્ષો પહેલા મહીયારી ગામમાં તેમના પર હુમલો થયો હતો, જે મામલે કરશનભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કુતિયાણાના અન્ય પૂર્વ ધારાસભ્ય ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા દ્વારા તેમના પર જીવનું જોખમ છે, જેને લઈને તેમને પોલીસ રક્ષણ ફાળવવામાં આવ્યું હતું.

પરંતુ હાલ તો ભુરાભાઈનું પણ અવસાન થઈ ગયું છે અને મહીયારી ગામવાળા કેસનું પણ કોર્ટમાં સમાધાન થઈ ગયેલ છે, જેના કારણે આ કેસ પણ પૂરો થઈ ગયો છે. તેથી સરકારી ખર્ચે મેળવેલ પોલીસ રક્ષણની હાલ કરશનભાઈને કોઈ જરૂરીયાત રહેતી ન હોય જેથી કરશનભાઇનું સરકારી ખર્ચે પોલીસ રક્ષણ રદ કરાવવા મહિલા અગ્રણી રાજશ્રીબેન મોઢવાડિયાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...