કાર્યવાહી:વન વિભાગે ગેરકાયદે લાકડા કાપતા 4 શખ્સને ઝડપી લીધા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતડી ગામ પાસેથી વન વિભાગે 1.6 ટન લાકડનો જથ્થો કબજે કર્યો
  • વનવિભાગે​​​​​​​ પકડાયેલા શખ્સોને 40 હજારનો દંડ ફટકાર્યો

પોરબંદર જિલ્લાના રાતડી ગામ પાસેથી વન વિભાગે ગેરકાયદેસર લાકડા કાપી રહેલા 4 શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી વન વિભાગે 1.6 ટન જેટલા લાકડો જથ્થો કબજે કર્યો હતો.

પોરબંદર જિલ્લાના રાતડી ગામ નજીકના દરિયાકાંઠાના અનામત જંગલ વિસ્તારમાંથી ગાંડા બાવળના લાકડા કાપી રહેલા રાજુ ગોરધન વાઘેલા, અજય બાબુ ચુડાસમા, સન્ની બાબુ ચુડાસમા અને અર્જુન અરભમ કડછા નામના 4 શખ્સોને વન વિભાગ સ્ટાફે રંગે હાથ ઝડપી લીધા હતા. વન વિભાગે આ શખ્સો પાસેથી 1.6 ટન જેટલા કપાયેલા લાકડા તથા પેટ્રોલથી ચાલતી બે કરવતો કબજે કરી હતી. વન વિભાગે આ શખ્સોને રૂ. 40,000 જેટલો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...