તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:એરપોર્ટના પાર્કિંગમાં બે દિવસથી કોઇ કારને રેઢી મૂકીને ચાલ્યું ગયું!

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 19 ફેબ્રુઆરીએ એરપોર્ટ પર VIP આવવાના હોવાથી કાર ઓથોરીટી માટે માથાનો દુ:ખાવો બની

પોરબંદરના એરપોર્ટ પર છેલ્લા બે દિવસથી કોઇ અજાણ્યો શખ્સ અનઅધિકૃત રીતે એક મોટરકાર પાર્ક કરીને ચાલ્યો ગયો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા બે દિવસથી શોધવામાં આવી રહ્યો છે. આ કારના માલીકનું નામ અને સીસીટીવી ફૂટેજ પણ એરપોર્ટ ઓથોરીટી પાસે હોવા છતાં હજુ સુધી કાર હટાવી શકાઇ નથી.

પોરબંદરના એરપોર્ટ પર બે દિવસથી કોઇ શખ્સ જીજે-૧૧બીએચ ૬૭૮૦ નંબરની મોટરકાર પાર્ક કરીને ચાલ્યો ગયો છે અને આ મોટરકારને કોઇ લેવા આવ્યુ નથી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા બે દિવસથી આ કારને હટાવવા અને તેનું પગેરૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર કોઇ યોગેશભાઇના નામ પર રજીસ્ટર થયેલ છે તેમજ એરપોર્ટ ઓથોરીટીના સીસીટીવી ફૂટેજમાં કાર પાર્કિંગ કરનારનો ફોટો પણ આવી ગયા છે, પરંતુ તેમ છતાં આ કારને હટાવી શકાઇ નથી. ઉલ્લેખનીય છે ૧૯ ફેબ્રુઆરીના રોજ પોરબંદરના એરપોર્ટ પર પુરૂષોતમ રૂપાલા સહિતના વીઆઇપી આવવાના હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટ્રીએ એરપોર્ટ ઓથોરીટી સમક્ષ આ કાર માથાનો દુ:ખાવો બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો