બરડાઈ બ્રાહ્મણના આરાધ્યદેવ એવા સંત શિરોમણી ત્રિકમાચાર્ય બાપુની 159મી જન્મ જયંતી નિમિત્તે વેદમાતા મહિલા પાંખ દ્વારા અનેક પ્રકારના સત્કાર્યો હાથ ધરવામાં આવ્યા. જેમાં દત્તસાઈ વિદ્યાલયમાં 250 થી વધુ તેમજ ઝુરિબાગ વિસ્તારમાં 100 બાળકોને દેવુ ભગતની પ્રસાદી રૂપે નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
નિલેશભાઈ થાનકી તરફથી 15 જરૂરિયાત મંદ પરિવારને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ વેદમાતા મહિલા પાંખ દ્વારા મહા સત્સંગનું આયોજન ઝુંંડેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ બહેનોએ બરડાઈ બ્રાહ્મણની ઓળખ એવી દેવની સાડી ધારણ કરીને સત્સંગનો લાભ લીધો હતો અને બાપુના ભજન કીર્તન કરીને ધન્યતા અનુભવી હતી.
બાપુની 159 મી જન્મ જયંતી હોય તેથી બહેનોએ 159 દીવા કરી અને બાપુની મહાઆરતી કરી હતી. સત્સંગ કરવા આવેલા બહેનોને દેવુ ભગતની પ્રસાદી રૂપી નાસ્તો આપવામાં આવ્યો હતો. આ શુભ કાર્યને સફળ બનાવવા વેદમાતા મહિલા પાંખના પ્રમુખ નિમિષાબેન જોશી, વનીતાબેન સ્થાનકીયા, કીર્તિબેન પુરોહિત, દેવિકાબેન બાંભણીયા તેમજ ઉર્મિલાબેન પંડિત, વર્ષાબેન વગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.