રોગચાળો:ભોદ વાડી વિસ્તારમાં 9 જેટલા લોકોને ફૂડ પોઇઝિંગ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં દાખલ, રાત્રે કઢી પીધા બાદ તબિયત લથડતા દાખલ કરાયા

ભોદ વાડી વિસ્તારમાં રહેતા 9 લોકોએ રાત્રે કઢી પીધા બાદ ફૂડ પોઇઝિંગ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે.રાણાવાવ તાલુકાના ભોદ વાડી વિસ્તારમાં રહતા ભીંડે પરિવારે ગઈકાલે રાત્રે ભોજનમાં કઢી પીધી હતી. અને કઢી પીધા બાદ આ પરિવારના 9 સભ્યોને રાત્રીના સમયે જ તબિયત લથડી હતી અને ઝાડા થયા બાદ ઉલટી શરૂ થતા 108 એમ્બ્યુલન્સ મારફત તેઓને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી 5 સભ્યોને સારવાર આપી છુટા કર્યા હતા જ્યારે મુકેશ ફુતુર ભીંડે, રાધિકા રાજુ નામની 6 વર્ષોય બાળકી, લખીબેન મુકેશ, ધનીબેન રાજુ ભીંડે ને વધુ સારવાર અર્થે દાખલ કર્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે આ પરિવારને ફૂડ પોઇઝિંગ થયું છે.

અન્ય સમાચારો પણ છે...