સેવા:કોલીખડા ખાતેની ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરાયું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માહી ગૃપનાં સેવાભાવી સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃતિ કરાઇ

પોરબંદરમાં માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા અવારનવાર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાતુ હોય છે અને ખાસ કરીને માહી ગ્રુપના કમલભાઈ ગોશલ્યા સહિતના અગ્રણીઓ દ્વારા દાતાઓના સહયોગથી ગૌશાળા ખાતે ગાયોને ઘાસચારો આપવાની સેવાકીય પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવે છે. ત્યારે વધુ એક વખત કોલીખડા ખાતે આવેલ ગૌશાળામાં ગાયોને ઘાસ સારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાય માતાને 101 મણ ઘાસચારાનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિરે આવેલ ગૌશાળા ખાતે પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દાતાઓનો કમલભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...