લેન્ડ ગ્રેબિંગ:બીલેશ્વરના પાંચ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોદાળા ડેમનેશની પાણી પુરવઠા હસ્તકની રૂ. 25.59 લાખની જમીન પર શખ્સોએ 23 વર્ષથી કબ્જો કર્યો હતો

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બીલેશ્વરના 5 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. ફોદાળા ડેમનેશની પાણી પુરવઠા રાણાવાવ પેટા વિભાગ હસ્તકની રૂ. 25.59 લાખની જમીન પર શખ્સોએ 23 વર્ષથી કબ્જો કર્યો હતો. મૂળ રાજકોટ અને હાલ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર વીરેન્દ્ર પ્રેમજીભાઈ ચૌહાણ નામના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં રાણાવાવના બીલેશ્વર ગામે રહેતા કારા જીવા મુછાર, કરશન કારા, જગા કારા,

અનિશ કારા અને ભીમા કારા મુછાર નામના શખ્સોએ ફોદાળા ડેમનેશની પાણી પુરવઠા રાણાવાવ પેટા વિભાગ હસ્તકની જમીન હેકટર 5-11-85 જેની અંદાજીત જંત્રી રૂ. 25,59,250 કિંમત ધરાવતી સરકારી જમીન પર આ શખ્સોએ છેલ્લા 23 વર્ષથી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર જમીન પચાવી પાડી કબ્જો કરી, પોતાના આર્થિક ફાયદા માટે ખેત ઉત્પાદન કર્યું છે. આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આ પાંચેય શખ્સ સામે ગ્રામ્ય ડીવાયએસપી સ્મિત ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...