ઓનલાઈન વેરિફિકેશન:માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઈન વેરિફિકેશન કરાવી લેવા સુચના પણ અપાઈ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 નવેમ્બરના છેલ્લો દિવસ, જે બોટો નું સર્વે કરાવવામાં નહિ આવે તેવી બોટોના રજીસ્ટ્રેશન સર્ટિ કોલ રદ કરવામાં આવશે

માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઈન વેરિફિકેશન કરાવી લેવા સૂચના અપાઈ છે. આજે તા. 22 ના છેલ્લો દિવસ છે ત્યારે જે બોટો નું સર્વે કરાવવામાં નહિ આવે તેવી બોટોના રજીસ્ટ્રેશન સર્ટિ કોલ રદ કરવામાં આવશે તેવું ફિશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે.ગુજરાત સરકાર મદદનીશ મત્સ્યોદ્યોગ નીયામકની કચેરી, પોરબંદર દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવ્યું છેકે, પોરબંદર જિલ્લાના તમામ બોટ હોડી માલિકોને ફિશરીઝ જિલ્લા કચેરી ખાતે નોંધાવેલ તથા કાર્યરત તમામ ફિશીંગ બોટો- હોડીઓનું ઓનલાઇન એપમાં બોટ સર્વે કરવું ફરજીયાત છે.

આ કચેરીના પરીપત્ર મુજબ ગત જુલાઇ માસમાં પોરબંદર ખાતેના તમામ બોટ-હોડી માલિકોને જાણ કરવામાં આવેલ હતી તેમજ આ અંગે દૈનીક વર્તમાન પત્રમાં પણ જાહેરાત આપી તમામ હોડી - બોટ માલિકોને પોતાની બોટો ઓનલાઇન એપમાં સર્વે કરાવવાની સુચના આપવામાં આવેલ હતી.

તેમ છતા આજ સુધી ફિશરીઝ કચેરી ખાતે નોંધાયેલ અનેક બોટો- હોડીઓના માલિકો દ્વારા ઓનલાઇન એપમાં સર્વે કરાવેલ નથી. આથી જે બોટો - હોડીઓનું ઓન લાઇન એપમાં સર્વે કરાવવાનું બાકી રહેલ હોઇ તેઓએ દિન-3માં તમામ બોટો-હોડીઓનું સર્વે કરાવી લેવાનું રહેશે. જે બોટો- હોડીઓનું સર્વે કરાવવામાં નહી આવે તેવી બોટોના વી.આર.સી.,બોટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ કોલ રદ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ગત તા. 19 નવેમ્બરના આ પરિપત્ર બહાર પાડી ખારવા સમાજના વાણોટ, માછીમાર બોટ એસો., માછીમાર મહા મંડળ, નવીબંદર ખારવા સમાજ તથા પિલાણા માછીમાર એસો. ને જાણ કરી છે. ત્યારે આ ત્રણ દિવસમાં તા. 20ના રોજ રવિવાર હોવાથી કચેરી બંધ રહી હતી. જેથી કેટલાક માછીમારો માટે આજે સોમવારે ઓનલાઇન સર્વે માટે છેલ્લો દિવસ રહ્યો છે.

સર્વે થઈ શકે તેમ ન હોય તેવા બોટ માલિકોએ શું કરવું?
પરિપત્રમાં જણાવ્યા મુજબ જે બોટો હોડીઓ તુટી ગયેલ હોઇ, ટોટલ લોસ્ટ થયેલ હોઈ અથવા ફીશીંગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં ના હોઈ અને સર્વે થઇ શકે તેમ ના હોઇ તેવી બોટો હોડીઓના માલિકોએ પોતાની બોટની સ્થિતિ અંગે ફિશરીઝ કચેરીને તુરંત જાણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...