આદેશ:માછીમારોને તા. 17 સુધી દરિયો ન ખેડવા સુચના

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટને ટોકન ઇસ્યુ કરવામાં નહિ આવે

પોરબંદર માં માછીમારો ને તા. 17 સુધી દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીને લઇ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં ગયેલ તમામ માછીમારોને બોટ સાથે પરત આવવા માટે સૂચના આપી દેવાઇ છે. બોટ ધારકોને માછીમારી કરવા ટોકન પણ નહીં અપાય.

જે અંગે ફિશરીઝ વિભાગે પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે ગાંધીનગર ફિશરીઝ વડી કચેરી તેમજ ભારતીય હવામાન ખાતુ અમદાવાદના પ્રેસ રીલીઝ મુજબ ખરાબ હવામાન અન્વયે દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ ફીશીંગ બોટોને તાત્કાલીક પરત આવવા સુચના આપવામાં આવે છે. તેમજ તા.13/09 થી તા.17/09 સુધી ફીશીંગ બોટોને માછીમારી માટે ટોકન ઇસ્યુ ન કરવા સુચના આપવામાં આવે છે. હાલમાં મધ દરિયે વરસાદ અને પવનની સ્પીડ વધી રહી છે. જેના કારણે દરિયો તોફાની બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...