આત્મહત્યા:પોરબંદરની બોટમાં માછીમારે ગળાટુંપો ખાઇ લેતા મોત

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું

પોરબંદરમાં ગઇકાલે સવારના સમયે કોઇ અગમ્ય કારણોસરએ કિનારે લાંગરેલી એક બોટમાં 1 યુવાને ગળાટુંપો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે અનેક લોકો જોડાયેલા છે, અને માત્ર પોરબંદર જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓની સાથો સાથ અન્ય રાજ્યમાંથી પણ ખલાસીઓ સહિત માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોરબંદર આવી પહોંચે છે. અને તેમની રોજીરોટી રડે છે. ત્યારે પોરબંદરમાં પવનપુત્ર નામની બોટમાં વલસાડ જિલ્લાના રહેવાસી 32 વર્ષના યુવાને ગળાફાંસો ખાય મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ યુવાને કયા કારણોસર બોટમાં ગળાફાંસો ખાઈ લીધો તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ 32 વર્ષના યુવાને બોટમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાથી તેમનું મોત નીપજ્યું છે, અને આ બનાવની તપાસ પણ પોલીસે હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના કિનારે પવનપુત્ર નામની બોટમાં ગઇકાલે સવારના સમયે મૂળ વલસાડ જીલ્લાના રાતાગામના રહેવાસી સુનિલભાઇ દિનેશભાઇ હલપતી નામના 32 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...