જાહેરનામું:પોરબંદરમાં ચોપાટી અને રિવરફ્રન્ટ વિસ્તારમાં ફટાકડા નહીં ફોડી શકાય

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે માત્ર 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડવાની છૂટ

દીવાળીમા ફટાકડાનાં કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જનતાની સલામતી માટે પોરબંદર જિલ્લાનાં વીસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેર કરાયું છે. આ જાહેરનામું તા.25 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

જેમાં ફટાકડા રાત્રે 8 થી 10 સુધી જ ફોડી શકાશે. નૂતન વર્ષના તહેવારમાં રાત્રે 11:55 કલાકથી 12:30 કલાક સુધી જ ફોડી શકાશે, PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર વાળા જ ફટાકડા વેચી, વાપરી શકાશે, હોસ્પીટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માતવતી રીવર ફન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી, બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી, કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન એટલેકે ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...