નિર્ણય:પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ થશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ કરોડના ખર્ચે ત્રણેય સરકારી હોસ્પિટલો ફાયર સેફટી ઉપકરણોથી સજ્જ થશે

પોરબંદરની સરકારી હોસ્પિટલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા તમામ હોસ્પિટલોમાં અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે ફાયર સેફટીની સુવિધાથી સજ્જ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની હોસ્પિટલો તેમજ અનેક બિલ્ડિંગોમાં બનેલી આગની ઘટનાઓને લઈને સરકાર સતર્ક થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં દર મહિને ફાયર અંગેની મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી આગની ઘટનાઓથી હોસ્પિટલોમાં અનેક દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ સરકાર સતર્ક બની જતા હોસ્પિટલમાં ફાયરસેફ્ટીને લઈને પૂરતી તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે તેમજ સરકાર દ્વારા ફાયર વિભાગને ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર એન.ઓ.સી. ન હોય તેના વિરુદ્ધ કાર્ય કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ફાયર સેફટીના બાટલા તો છે પરંતુ ફાયર સેફ્ટીની સેન્ટ્રલ લાઈન ન હોવાથી આગની ઘટનામાં આગ કાબૂમાં લેવા માટે મુશ્કેલી થઈ શકે છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, લેડી હોસ્પિટલ, નર્સિંગ સ્કૂલ અને આયુર્વેદિક હોસ્પિટલને આધુનિક ફાયર ઉપકરણોથી સજ્જ કરવામાં આવશે. આ કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓને ટેન્ડર આપવામાં આવ્યા હતા અને અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે ફાયરસેફ્ટીની કામગીરી કરવામાં આવશે. હાલ એજન્સીઓ દ્વારા ફાયર સેફ્ટીની લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે અને એજન્સીઓને આગામી ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...