તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સિવીલ હોસ્પિટલમાં આરોપીના મોત સામે કસ્ટોડિયલ ડેથનો ગુનો દાખલ કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા ડિજી સુધી માંગ કરી, મૃતકને શરીરે ઈજાઓ હોવાનું જણાવાયું

પોરબંદરના રામભાઇ નરશીભાઇ મોતીવરસ નામના 46 વર્ષીય પ્રૌઢ ચારેક દિવસ પહેલાં નશાની હાલતમાં પકડાયા હતાં. પરંતુ તેના પરિવારજનોને જાણ કર્યા વગર જેલ હવાલે કરી દેવાયા હતાં. રામભાઇ મોતીવરસની તબીયત કોઇ કારણસર જેલમાં લથડતા પોરબંદરની સીવીલ હોિસ્પટલે તેમને લાવવામાં આવ્યા હતાં. 4 દિવસમાં 3 વખત તેમની તબીયત બગડી હોવાથી જેલરના આદેશ મુજબ જેલના સતાધીશો જ તેમને સારવાર માટે લાવ્યા હતા, જ્યાં સીવીલ હોિસ્પટલમાં તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મોડેથી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

મૃતકના મોત અંગે શંકા જતા તટસ્થ તપાસ અને પહેલા ફરિયાદની માંગ બાદ રામભાઈના મૃતદેહને જામનગરમાં પી.એમ. માટે મોકલી દીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઇ ભરતભાઇ નરશીભાઇ અને આનંદ મોતીવરસે પોરબંદરની ખાસ જેલના સુિપ્રન્ટેન્ડેન્ટ હરસુખ વાળા, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આહીર, હેડ કોન્સ્ટેબલ ભરત શીંગરખીયા, કોન્સ્ટેબલ મુકેશ માવદીયા અને બનાવ સમયે હાજર તમામ જવાબદાર અધિકારીઆે અને જેલ ખાતેથી સીવીલ હોિસ્પટલે જાપ્તામાં લઇ જનાર તમામ પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઆે વિરૂધ્ધ રાજ્યના ડીજી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે.

જેમાં આ તમામ શખ્સોએ કાવતરૂ રચી, જંગલી ત્રાસ આપી, માર મારીને રામભાઇનું મોત નિપજાવ્યું હોવાના આક્ષેપ કરી તમામ વિરૂધ્ધ ખુનનો આરોપ લગાડીને કસ્ટડીયલ ડેથનો ગુન્હો નોંધવા માંગ કરી છે. વધુમાં ઉમેર્યું છે કે, પ્રોહીબીશનના ગુન્હામાં આેન ધ સ્પોટ જામીન આપવાના બદલે આ રીતે જેલમાં ધકેલી દેવા પાછળ જવાબદાર કોણ તેવો સવાલ ઉઠાવવામાં પણ આવ્યો છે. મૃતકની બોડી ઉપર પરિવારજનોએ તપાસ કરતા ગંભીર રીતે માર મારવામાં આવ્યા હોય તેવા ઇજાના નિશાન હતા.

ડાબા હાથના કાંડાના ભાગે ફેકચર, જમણા હાથમાં લાલ ચાંબા, પગના તળીયામાં ઇજા, પીઠના ભાગમાં ઇજા, વાંસાના ભાગે પટ્ટાથી માર્યા હોય તેવા ચિન્હો હતા, તેમને કોઇ જ બિમારી નહી હોવા છતાં આ રીતે માર મારવાને લીધે જ મૃત્યુ થયાનું જણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...