ક્રાઇમ:પોરબંદરનાં છાંયામાં વાહન રાખવાની બાબતે મારામારી

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલા સહિત 8 શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો

પોરબંદરના છાંયા વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા ભરતભાઇ કારાભાઇ શીંગરખીયા નામના વ્યકિતના ઘર પાસે તે જ વિસ્તારમાં રહેતા આરોપીઓએ પોતાનું ફોર વ્હીલ વાહન આવવા-જવામાં અડચણ થાય તે રીતે ઘર પાસે પાર્ક કરતા ભરતભાઇએ આ શખ્સોને કહ્યુ હતુ કે ‘તમારી ફોર વ્હીલ અહી રાખોમા અમોને વાહનો કાઢવામાં નડે છે’ આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓ ચીરાગ ટપુભાઇ શીંગરખીયા, નાગરાજ મારૂ, જયદીપ તથા  પ્રકાશ રમેશભાઇ નામના શખ્સોએ ભરતભાઇ પર છરીથી હુમલો કરીને છરીનો એક ઘા માર્યો હતો તેમજ જેમતેમ ભૂંડી ગાળો બોલી, ઢીકાપાટુનો માર માર્યો હતો, આ અંગે યુવાનના મોટા ભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી, તો જ્યારે સામા પક્ષના ફરીયાદી જયદીપ ઉર્ફે જયેશ ટપુભાઇ શીંગરખીયા ૬ મહિના પહેલા કેતન રાણા સાથે રીક્ષા રાખવા બાબતે ઝગડો થયો હતો, જે મનદુઃખના કારણે કેતન રાણાભાઇ,  દીવ્યેશ રાણા,   ભરત કારાભાઇ તથા  રાણાભાઇના પત્નીએ એકબીજાને મદદગારી કરીને લોખંડના પાઇપ તથા લાકડી વડે ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...