તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માધવપુરના દરીયા કિનારે હોડી રાખવા મુદ્દે મારામારી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામસામી ફરીયાદ થતાં પોલીસે 6 સામે કાર્યવાહી કરી

પોરબંદર જીલ્લાના માધવપુરના મચ્છીયારા વાડ બંદર વિસ્તારમાં હોડી રાખવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી અને સામસામી ફરીયાદ થતા કુલ ૬ શખ્સોને પોલીસે હિરાસતમાં લીધા. માધવપુરમાં રહેતા કાસમભાઇ અબ્દુલભાઇ લુચ્ચાણીએ પોલીસ ફરીયાદ કરી જણાવ્યુ હતુ કે, દરીયા કિનારે હોડી રાખવા પ્રશ્ને પોતાને આરોપીઓ સાથે બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી દરમ્યાન આરોપીઓ એવા એજાજ રફીકભાઇ લુચ્ચાણી, અબ્દુલ સુલેમાન ઇસ્બાણી તથા દાઉદ હાસમ ઇસ્બાણીએ એકસંપ કરી,લોખંડના પાઇપ તથા લાકડા વડે કાસમભાઇ તથા તેના સાહેદોને આડેધડ માર માર્યો હતો , તો સામા પક્ષે એજાજભાઇ રફીકભાઇ લુચ્ચાણીએ ફરીયાદ લખાવી જણાવ્યુ હતુ કે, દરીયા કિનારે હોડી રાખવા બાબતે આરોપીઓ એવા ઇભરામ સુલેમાન લુચ્ચાણી, કાસમ અબ્દુલભાઇ લુચ્ચાણી તથા આશીફ અબ્દુલભાઇ લુચ્ચાણીએ એકસંપ કરી, કુહાડી, લોખંડના પાઇપ અને લાકડા વડે એજાજભાઇ અને તેના સાહેદોને આડેધડ માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો