સામસામે ફરિયાદ:ચોપાટી ગ્રાઉન્ડમાં ચકડોળની જગ્યા બાબતે 2 પરિવાર વચ્ચે મારામારી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા, સામસામે ફરિયાદ થતા 10 શખ્સ સામે ગુનો નોંધાયો

ચોપાટી ગ્રાઉન્ડમાં ચકડોળની જગ્યા રાખવા બાબતે 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 10 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં કર્લીના પુલ પાસે ઝૂંપડપટ્ટીમા રહેતા વિપુલ દિનેશ સોલંકી નામના યુવાને પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતુંકે, પોતે અને તેના ભાઈઓ બાવડાવદર ગામે ચકડોળ ફિટ કરવા ગયા હતા અને ચોપાટી ખાતે વીવીબજારમા રહેતો રોહિત લખમણ ચુડાસમા યુવાનની પત્ની સાથે ઝગડો કરતો હતો જેની જાણ થતા આ યુવાન અને તેના ભાઈઓ ચોપાટી પહોંચ્યા હતા અને લખમણએ ફોન કરતા રિક્ષામાં રોહિત, મનીષ, તેનો જમાઈ સહિતના આવી પહોંચ્યા હતા અને લોખંડની કોષ તથા લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા.

યુવાનને તથા તેના ભાઈ કિરણ, જયેશને તથા તેની સાસુ વચ્ચે પડતા તેને માર મારેલ. ઈજા પહોંચતા યુવાન સહિત તેમના ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામાપક્ષે પણ લખમણ ભીખુ ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં વિપુલ દિનેશ સોલંકી, જયેશ, કિરણ, તેનો બનેવી અંકિત આવેલ અને જગ્યા બાબતે ઝગડો કરી લોખંડના પાઇપ વડે માર મારી લખમણ અને તેના દીકરા ને માર મારેલ અને વચ્ચે તેની દીકરી અને પત્ની આવતા તેને માર મારતા સામાન્ય ઈજા પહોંચી હતી. ઈંજાગ્રસ્ત ને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને પરિવાર વચ્ચે ચકડોળની જગ્યા બાબતે સામસામે મારામારી થતા બન્ને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે 10 શખ્સ સામે ગુન્હો નોંધી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...