સામસામી ફરિયાદ:મહિલા સાથે આડા સંબંધના લીધે 2 પરિવાર વચ્ચે મારામારી

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધવપુર ગામની ઘટના, સામસામી ફરિયાદો નોંધાઇ

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે મહિલા સાથેના આડા સંબંધના મનદુ:ખને લઇને બે પરિવારો વચ્ચે ગત તા. 01 જૂનના રોજ રાત્રીના સમયે બટડાટી બોલી ગઇ હતી. આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા સામસામી ફરિયાદો નોંધાઇ છે.

માધવપુર ગામે રહેતા રામભાઇ રામશીભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે જ ગામના ભાવેશ રામજીભાઇ ભુવાને તેમના ભાઇની પત્ની સાથે આડા સંબંધ હોય અને રામભાઇએ તેમને આવું ન કરવા સમજાવવા જતા ભાવેશભાઇ ભુવા તથા ભાવેશભાઇનો ભાણેજ રોનકે તેમને તથા સાહેદને ભુંડી ગાળો બોલી કુહાડી વડે મુઢ માર માર્યો હતો.

જયારે કે સામા પક્ષે ભાવેશભાઇ રામજીભાઇ ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને રામભાઇ રામશીભાઇ કરગટીયા સાથે મનમેળ ન હોય જે બાબતનું મનદુ:ખ રાખીને તેને ભાવેશભાઇને ઘરની બહાર મળવા માટે બોલાવ્યો હતો અને રામભાઈ કરગટીયા, સંજયભાઇ રામશીભાઇ કરગટીયા, ગોવિંદભાઇ કરશનભાઇ કરગટીયા અને વીરૂબેન ગોવિંદભાઇ કરગટીયાએ લોખંડના પાઇપ, કુહાડી, ચાકુ અને લાકડા વડે હુમલો કર્યો હતો અને ભુંડી ગાળો કાઢીને મુઢ માર માર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...