હુમલો:પોરબંદરના જુના મનદુ: ખને લઇને 2 પરિવાર વચ્ચે મારામારી

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા બે પરિવારો વચ્ચે જૂના મનદુ:ખને લઇને મારામારી થઇ હતી. બંને પરિવારોએ આ અંગે પોલીસમાં સામસામી ફરિયાદો કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા પરેશ ભીમજીભાઇ શિંગરખીયાએ નામનો યુવાન તથા સાહેદ રવી લગ્ન પ્રસંગમાંથી ગઇકાલે રાત્રીના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કૌશીદ દેવશીભાઇ સાદિયા, ભાવીક રમેશભાઇ સાદિયા, ધાર્મીક રમેશભાઇ સાદિયા અને મુકેશ માધાભાઇ નામના શખ્સોએ પરેશ અને રવીને ભુંડી ગાળો કાઢી હતી અને રવીને લોખંડના પાઇપ, સળીયા તલવાર વડે હુમલો કર્યો હતો.

​​​​​​​જયારે કે સામા પક્ષે કૌશીદ દેવશી સાદિયાએ એવી ફરિયાદ નોંધાવી છે કે કૌશીકભાઇના પિતાએ નોરતામાં સાઇડમાં ઉભા રહેવાનું કહ્યું હતું જેનું મનદુ:ખ રાખીને તે સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મનદુ:ખને લઇને રવી ભીમાભાઇ શિંગરખીયા, પરેશભાઇ ભીમાભાઇ શિંગરખીયા, વિપુલભાઇ ભીખાભાઇ શિંગરખીયા અને ભાવનાબેન ભીમાભાઇ શિંગરખીયાએ લોખંડના સળીયા અન લાકડી વડે ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એન. જે. રાવલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...