જિલ્લામાં તાવ શરદીના દર્દીઓમાં વધારો થયો છે. ગત માસે જ ચિકનગુનિયાના પોઝિટિવ 20 કેસ સામે આવ્યા હતા જ્યારે ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. વાયરલ તાવમાં અનેક દર્દીઓ સપડાયા છે. પોરબંદર જિલ્લામાં ગત માસે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. આ ઋતુ દરમ્યાન તાવ શરદી અને માથાના દુઃખાવાના કેસો સામે આવ્યા હતા. ખાસ કરીને પાણી જન્ય રોગ એવા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ નોંધાયા હતા. તેમાં પણ ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયાના કેસમાં વધારો થયેલ નોંધાયો છે.
ગત માસે નવેમ્બરમાં તાવના અનેક દર્દીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જેઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટાઈફોડ ના 81 ટેસ્ટ માંથી 1 દર્દી પોઝિટિવ આવ્યો હતો જ્યારે ડેન્ગ્યુના 73 ટેસ્ટ માંથી 5 દર્દી પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયા ના 57 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવતા 19 દર્દીને ચિકનગુનિયા થયાનું સામે આવ્યું છે.
જ્યારે મેલેરિયા અંગેના 817 ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દી મેલેરિયા પોઝિટિવ આવ્યા ન હતા. જ્યારે ચાલુ માસે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 5 ટેસ્ટ માંથી 1 દર્દી, ચિકનગુનિયાના 6 ટેસ્ટ માંથી 1 દર્દી પોઝિટિવ નોંધાયો હતો અને ટાઈફોડના 12 ટેસ્ટ માંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે. આમ હાલ શિયાળાની ઋતુ શરૂ થતા તાવ, શરદી, ઉધરસ અને માથાના દુઃખાવાના દર્દીઓમાં વધારો થયો છે.
પોરાનાશક કામગીરી કર્યાનો આરોગ્ય વિભાગનો દાવો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે, જિલ્લાની 127 ટીમ દ્વારા 109549 વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. 21900 ઘરનો સર્વે કરવામાં આવતા 498 ઘર માંથી પોરા મળી આવ્યા હતા જેથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યા રોગના કેટલા દર્દી નોંધાયા ?
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે, જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં મેલેરિયા તાવના 25 દર્દી નોંધાયા છે જેમાંથી 5 દર્દીને ઝેરી મેલેરીયા થયો હતો. ડેન્ગ્યુના કુલ 44 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના કુલ 35 દર્દી નોંધાયા છે. આ ચિકનગુનિયાના 35 દર્દી માંથી 20 દર્દી તો માત્ર ગત માસે જ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.