મોટી ઉમર થતાં સ્ત્રી - પુરૂષની ફર્ટીલીટી ઘટતી જાય છે. 30થી 35 વર્ષની ઉમર પછી પ્રેગ્નન્સી રાખવામાં આવે તો ઘણા કોમ્પ્લિકેશન થઇ શકે છે. હાલના આધુનિક સમયમાં ફેશન સાથે તાલ મિલાવવા અને મોર્ડન વિચારધારા ધરાવતા હોવાનું જણાવી કેટલાક યુવા યુવતીઓ મોટી ઉમર સુધી લગ્ન કરતા નથી. તો કેટલાક યુવાનોને પોતાના સમાજમાં લગ્ન માટે કન્યા મળતી નથી. કેટલાક કિસ્સામાં યુવાનો અને યુવતીઓ વધુ અભ્યાસ માટે અને બાદ કેરિયર બનાવવા માટે લગ્ન મોડા કરે છે અને મોટી ઉંમરે લગ્ન કરે છે.
કારણ કોઈ પણ હોય શકે પરંતુ મોટી ઉંમરે લગ્ન થવા અને મોટી ઉંમરે લગ્ન થયા બાદ બાળક 5 - 6 વર્ષે પણ ન કરવું તે આવનારી પેઢી માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. બાળરોગ નિષ્ણાંત ડો.જય બદિયાણીએ જણાવ્યું છેકે, મોટી ઉમર થતા સ્ત્રી - પુરુષની ફર્ટીલીટી ઘટતી જાય છે. 30-35 વર્ષની ઉંમર પછી સ્ત્રીને પ્રેગ્નન્સી રાખવામાં આવે તો ઘણા કોમ્પ્લિકેશન થઈ શકે છે. બાળક ખોડખાપણ વાળુ જન્મી શકે છે. અને પોરબંદરમાં આવા કેસોનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબે જણાવ્યું છે જે આવનારા સમય માટે ગંભીર બાબત નોતરી શકે છે.
આવા કેસમાં સ્ત્રીને થતા કોમ્પ્લીકેશન્સ
સ્ત્રીને 30 થી 35 ઉંમર પછી પ્રેગ્નન્સી રહે તો સ્ત્રીને હાઈબીપી અને તેના લીધે ખેંચ પણ આવી શકે છે, પ્રેગ્નન્સી રિલેટેડ ડાયાબિટીસ, મીસકેરેજ થઈ શકે છે. સિઝરિયનથી ઓપરેશન કરી ડિલિવરી કરવી પડે છે.
આવા કેસમાં બાળકને થતા કોમ્પ્લીકેશન્સ
આવા કેસમાં મૃત બાળક જન્મી શકે છે, પ્રિમેચ્યોર બર્થ, વિકાસમાં નબળુ બાળક આવવું, ટવિન્સ કે ટ્રીપ્લેપ્સ આવવા, જીનેટિક રોગ થવા, આનુવંશિક ખામી થવી, જન્મજાત હ્રદયમાં કાણું, ચેતાતંતુ, સ્પાઈનલ કોર્ડમાં ખામી, મગજમાં ખામી સાથે બાળકનો જન્મ થઈ શકે છે તેવું તબીબે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.