તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Fed Up With Financial Constraints, The Youth, Along With His Wife And Children, Drowned In A Lake: Two Children Killed, Husband And Wife And 4 year old Child Rescued By Villagers

આપધાતનો પ્રયાસ:આર્થિક સંકડામણથી કંટાળી ને યુવકે પત્ની અને બાળકો સહિત તળાવમાં ડૂબકી લગાવી : બે બાળકોના મોત, પતિ-પત્ની અને 4 વર્ષના બાળકને ગ્રામજનોએ બચાવ્યા

ધોરાજી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
શબ્બીરભાઈ હામદભાઈ રાઠોડ - Divya Bhaskar
શબ્બીરભાઈ હામદભાઈ રાઠોડ
  • પાટણવાવ પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

પોરબંદરના મુસ્લિમ સમાજના પરિવારે ધોરાજીના ભાડેર ગામે આર્થિક સંકડામણથી કંટાળી તળાવમાં સામૂહિક ડૂબકી મારીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. બે બાળકો ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને પતિ-પત્ની તથા ચાર વર્ષના છોકરાનો જીવ ગ્રામજનોએ બચાવ્યો હતો. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

રેહાના શબ્બીર તથા મોહમ્મદ શબ્બીરનું ધટના સ્થળે મોત નીપજ્યુ હતું
રેહાના શબ્બીર તથા મોહમ્મદ શબ્બીરનું ધટના સ્થળે મોત નીપજ્યુ હતું

પોરબંદરના કડીવાડ વિસ્તારમાં રહેતાં પ્લાસ્ટીકનો માલસામાન વેચાણ કરતાં શબ્બીરભાઈ હામદભાઈ રાઠોડ તેઓ આર્થિક સંકડામણથી કંટાળીને ચાર દિવસથી ઉપલેટા ખાતે રહેતાં તેમના કુટુંબીજનોના ઘરે શબ્બીરભાઈ ઉવ 35 તથા તેમનાં પત્ની રૂકશાનાબેન ઉવ 28, પુત્રી રેહાના શબ્બીર ઉવ 10 ,પુત્ર મોહમ્મદ ઉવ 8 તથા નાનો પુત્ર ઉવ 4 સાથે આવેલ હતાં. શુક્રવારે સવારે ઉપલેટા કુટુંબીજનોને કહેલ કે અમારે માણાવદર અન્ય સગાં સંબંધીને ત્યા જવું છે તેમ કહીને ખાનગી રીક્ષામાં ભાડેર ગામે પાંચેય કુટુંબીજનો પહોંચીને ભાડેર ગામના તળાવમાં સામુહિક આપધાત કરવાના ઈરાદા સાથે એકી સાથે મુસ્લિમ પરીવારે ડુબકી મારી હતી. તળાવ નજીક ભાડેર ગામના ગ્રામજનોનો ધ્યાન પડતાં ગ્રામજનોએ તળાવના પાણીમાંથી મુસ્લિમ પરીવારને બહાર કાઢવામં આવ્યો હતો. જેમાં પુત્રી રેહાના શબ્બીર તથા પુત્ર મોહમ્મદ શબ્બીરનું ધટના સ્થળે મોત નીપજ્યુ હતું. શબ્બીરભાઈ તથા તેમની પત્ની રૂકશાનાબેન તથા 4 વર્ષના પુત્રનો ગ્રામજનોએ તળાવના ઉંડા પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. આ બનાવ અંગે પાટણવાવ પોલીસ મથકના પીએસઆઇ વાય બી રાણા સહિતનો પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને બંને મૃતકોના મૃતદેહોને મોટીમારડ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ સામૂહિક આપઘાત મામલે શબ્બીરભાઈ વિરૂધ્ધ આઇપીસી 302,307 સહિતની કલમો હેઠળ ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે

શું કહે છે ભાડેરના ગ્રામજનો
ભાડેર ગામે રહેતાં ભુટાભાઈ ભરવાડ સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભાડેર ગામે એક પાંચ સભ્યોનું કુટુંબ એકી સાથે તળાવના ઉંડા પાણીમાં પડતાં જોઈને લોકોએ આજુબાજુના ગ્રામજનોને બોલાવીને તળાવના પાણીમાંથી બે બાળકો ના મૃતદેહો બહાર નિકાળ્યા હતા. શબ્બીર અને તેમની પત્ની રૂકશાનાબેન તથા ચાર વર્ષના છોકરાને ડૂબતાં બચાવ્યા હતા.

શું કહે છે પાટણવાવના પીએસઆઇ
પીએસઆઇ વાય બી રાણા એ જણાવ્યું હતું કે, ધોરાજીના ભાડેર ગામે આર્થિક સંકડામણથી કંટાળીને પોરબંદરના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં 10 વર્ષની રેહાના તથા 8 વર્ષનો મોહમ્મદના મોત નિપજેલ છે. આ બનાવમાં ભાડેરના ગ્રામજનોએ શબ્બીરભાઈ તથા તેમની પત્ની રૂકશાનાબેન અને ચાર વર્ષના છોકરાને તળાવમાં ડૂબતાં બચાવેલ છે. બનાવની જાણ થતા તુરંતજ ધટના સથળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતકોના મૃતદેહોનું પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. (અહેવાલ અને તસવીર: ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...