તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:બગવદરમાં દર શુક્રવારે ભરાતી ગુજરી બજાર કોરોના હોટસ્પોટ બને તેવી દહેશત

બગવદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ શહેરોના ધંધાર્થીઓ કોરોના સ્પ્રેડર બની શકે તેવી ભિતી : જાહેરનામાનો ભંગ

પોરબંદર જિલ્લાના બગવદર ગામે દર શુક્રવારે ગુજરી બજાર ભરાઇ છે, જેમાં કોરોનાના જાહેરનામાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે અને વિવિધ શહેરોમાંથી આવતા ધંધાર્થીઓ કોરોના સ્પ્રેડર બની શકે તેવી ભીતી ઉભી થઇ છે.

એક તરફ સરકાર કોરોનાની ગાઇડલાઇનને લોકો અનુસરે તે માટેની દંડનાત્મક સહિતની કાયદાકીય કામગીરીઓ ચાલુ કરી હોય, તેવા સમયે પોરબંદર જીલ્લાના બગવદર ગામ ખાતે ભરાતી ગુજરી બજાર ગત શુક્રવારના રોજ ધમધમતી જોવા મળી હતી, જેમાં કોરોનાની ગાઇડલાઇનના નિયમોનો છડેચોક ભંગ થતો જોવા મળ્યો હતો, આ ગુજરી બજારમાં ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ, ખંભાળીયા વગેરે જેવા શહેરોમાંથી ધંધાર્થીઓ પોતાનો માલ-સામાન જેવો કે જુના-નવા કપડા, કટલેરી, વાસણ વગેરે જેવી ચીજવસ્તુઓ વેચવા માટે આવે છે અને બગવદર ગામની આસપાસના ગ્રામજનો દર શુક્રવારે ભરાતી આ ગુજરી બજારમાં ખરીદી કરવા ઉમટી પડે છે, ત્યારે હાલ સમગ્ર દેશમાં વધતા કોરોનાના કેસો વચ્ચે આ ગુજરી બજારમાં આવતા વિવિધ શહેરોના ધંધાર્થીઓ કોરોના સ્પ્રેડર બનીને કોરોનાનો ફેલાવો કરી શકે તેવી ભીતી સેવાઇ રહી છે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો