તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો મુંઝવણમાં:રાણાવાવમાં ખેડૂતોએ વાવેતર કરેલ ડુંગળીના પાકમાં સુકારો આવતા પાક નાશ પામવાનો ભય

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાક સુકાઇ જતાં રોટાવેટર ફેરવવાની નોબત આવી. - Divya Bhaskar
પાક સુકાઇ જતાં રોટાવેટર ફેરવવાની નોબત આવી.
 • પાકમાં સુકારાનો રોગચાળો ફેલાતો અટકાવવા ખેડૂતો મુંઝવણમાં

રાણાવાવના ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખીસરીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વાડી વિસ્તારમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કરી દીધું છે. પ્રતી વીઘામાં આશરે 15 હજારથી લઈને 20,000 રૂપિયા સુધીનો ખર્ચ ખેડૂતોને થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ આસમાને ગયા છે ત્યારે સારા ભાવની આશાએ મોંઘા પાડુ બિયારણની ખરીદી કરી દવાનો છંટકાવ કરી ખેડૂતો સારા ભાવની આશાએ ડુંગળીના પાકનું વાવેતર કરયુ છે.

પરંતુ સુકારાનો રોગ આવતો હોવાથી પાક સુકાઈ જાય છે. અને ઉભા પાકમાં ખેડૂતોને રોટાવેટર ફેરવવાની નોબત આવે છે. હાલ ડુંગળીના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોએ મોંઘા પાડું ખાતર બિયારણ અને ખર્ચ કરી વાવેતર કરેલ પાક નાશ પામવાનો ભય સેવાઈ રહ્યો છે. જેથી કેવી રીતે સુકારાના રોગ પર કંટ્રોલ કરવો તેને લઈને ખેડૂતોમાં પણ મૂંઝવણ અનુભવવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો