પોરબંદરમાં આજથી આશરે સાડા ત્રણ વર્ષ પુર્વે એક બાપ દ્વારા સગા દિકરાની હત્યા કરનાર બાપને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમારવવામાં આવી છે. ગત તા.૧૪/૩/૧૯ ના રોજ ટીબીનેસ ધાર ઉપર પોતાના રહેણાંક મકાને આ કામના ફરીયાદી બધીબેનના પતિ લખમણભાઈ બાવનભાઈ ગરચરનાએ આ કામના તેમના દિકરા મેરૂ સાથે પોતાના ઘરે કોઈ મેમાન ન આવવા જોઈએ તેવું કહી બોલાચાલી અને ગાળાગાળી કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના દીકરા મેરૂ સાથે જપાજપી કરી પોતાની પાસે રહેલ છરીનો એક ઘા મેરૂના છાતીના વચ્ચેના ભાગમાં મારી ગંભીર ઈજા કરી ફરીયાદીના દીકરા મેરૂનું મોત નીપજાવી ગુન્હો કરી નાસી ગયેલ હતો.
જે અંગે બુધીબેન દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરીયાદ કરતા પોતાના પતિ સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ. આ કેસ પોરબંદરના નામ. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે પોરબંદરમાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દ્વારા કુલ- 22 જેટલા સાહેદોનો મૌખિક પુરાવાઓ તેમજ 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ ધારદાર દલીલો રજુ કરવામાં આવેલ જે ધ્યાને લઈ આ કામે પોરબંદરના નામ. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ આર. ટી. પંચાલ સાહેબ દ્વારા આ આરોપી લખમણ બાવનભાઈ મોરીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકરતો હુકમ કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.