અડવાણા ગામે ખેડૂત અગ્રણી મુળુભાઈ ગોઢાણીયાની વાડીએ અંદાજિત 100 જેટલા ખેડૂતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ.ત્રિવેદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, પોરબંદર પ્રાકૃતિક ખેતી માર્ગદર્શક આર.આર. ટીલવા તેમજ રાજકોટના સાગરભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત એ.બી.મોરી સહિતના કૃષિ અધિકારીઓની હાજરીમાં કૃષિ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે અધિકારીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ અને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ગાય આધારિત ખેતી વિશે ખાસ આગ્રહ રાખવામાં આવે છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પુષ્કળ ફાયદો થાય છે જેથી તે બાબત અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવેલ કે ખેડૂતોએ રાસાયણિક ખાતર બંધ કરી ગાય આધારિત ખેતી કરવાનો હવે સમય આવી ગયેલ છે કારણ કે રાસાયણિક ખાતર નાખવાથી જમીનની અંદર રહેલ રસકસ ચુસાઈ રહેલ છે અને ખેડૂતો સારા વરસાદ થવાથી ત્રણ ત્રણ મોસમો લે છે.
જેથી રાસાયણિક ખાતર લાંબા અંતરે નુકસાનકારક છે પરંતુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ જો ખેડૂતો વળશે તો પાકમાં ઉપજ પણ સારી આવે ઉપરાંત જમીનની અંદર રહેલા તત્વો પણ જળવાઈ રહે, જેથી ખેતીની જમીન બંજર થતા બચી શકે આ તકે અધિકારીઓએ ખેડૂતોને તેમના ફોન નંબર આપી ફોન દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો તેવું પણ જણાવ્યું હતું.
ઉપરાંત પશુધનમાં કોઈ બીમારી આવે તો પણ પશુ ડોક્ટરોનો સંપર્ક કર્યા વગર આયુર્વેદિક ઔષધિઓ થી પશુની બીમારી તાત્કાલિક દૂર થઈ શકે અને તે માટે પણ જ્યારે પશુ બીમાર પડે તો ફોન દ્વારા જાણ કરી આયુર્વેદિક ઔષધીઓનું માર્ગદર્શન મેળવી શકશો. આ તકે કૂવામાંથી પાણી ખેંચવા માટે પાઇપલાઇન જતી હોય તેમાં ખેતરમાં સાઈડમાં પંપ રાખી તેની નાની નળી પાણીની લાઈન સાથે જોઈન્ટ કરવાથી પ્રાકૃતિક ખેતીનું મિશ્રણ તે પાણી સાથે વહેવા લાગે છે અને અધિકારીઓ તેમજ ખેડૂતોને તે પંપ નો ડેમો પણ બતાવવામાં આવેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.